વિપુલકુમાર રામાભાઈ ચૌધરી ,બ્લોક રીસોર્સ પર્સન સામાજિક વિજ્ઞાન ભિલોડા આપનું હાર્દિક સ્વાગત કરે છે . મિત્રો આપણી પાસે કોઈ નવીન શિક્ષણ ને ઉપયોગી માહિતી હોય તો ઈમેલ- brpss.sbk.bld@gmail.com અથવા brpsocialscience@gmail.com પર મોકલો આપના નામ સાથે પોસ્ટ મુકવામાં આવશે.

Friday 1 March 2013



'' ન ચવાયેલો ઈતિહાસ આપો  ,

એની દિશા ખુલે એવો  અભ્યાસ આપો  ,

તમારી સીમાઓ ન દેખાડતા એને ,

એતો બાળક છે ,

એને તો બસ ખુલ્લું આકાશ આપો ''.


                                                     -    વિપુલ  આર .ચૌધરી 

Sunday 24 February 2013



વિપુલકુમાર આર .ચૌધરી 
બી .આર .પી .સામાજિક વિજ્ઞાન 
બીઆરસી ભિલોડા
સાબરકાંઠા 
મો ;9409048080

Thursday 29 November 2012


                                                 


કોશિશ તો કરી જુઓ




ચાંદને તો દરેક લોકો  ચાહે છે,
ક્યારેક સૂરજને ચાહવાની કોશિશ તો કરો;
સુખ તો દરેક લોકો માંગેછે,
 
ક્યારેક દુઃખ માંગવાની કોશિશ તો કરો;

 
પ્રેમ તો દરેક લોકો કરે છે,
 
ક્યારેક નફરત કરવાની કોશિશ તો કરો;

 
વચન તો દરેક લોકો આપે છે,
 
ક્યારેક નિભાવાની કોશિશ તો કરો;

 
વિદેશ ગમનની દરેક લોકોની ઇચ્છા હોય છે,
 
ક્યારેક પોતાના દેશને ઓળખવાની કોશિશ તો કરો;

 
હવામાં ઉડવાની દરેક લોકોની ઇચ્છા હોય છે,
 
ક્યારેક આ ધરતી પર પગ જમાવવાની કોશિશ તો કરો .

 
જિંદગીને તો દરેક લોકો ચાહતા હોય છે,
 
ક્યારેક મૌતની પાસે જવાની કોશિશ તો કરો;

 
પોતાના માટે તો દરેક લોકો જીવતા હોય છે,
 
ક્યારેક બીજાના માટે જીવવાની કોશિશ તો કરો
                                                                                                    v lJ5], VFZ RF{WZL