વિપુલકુમાર રામાભાઈ ચૌધરી ,બ્લોક રીસોર્સ પર્સન સામાજિક વિજ્ઞાન ભિલોડા આપનું હાર્દિક સ્વાગત કરે છે . મિત્રો આપણી પાસે કોઈ નવીન શિક્ષણ ને ઉપયોગી માહિતી હોય તો ઈમેલ- brpss.sbk.bld@gmail.com અથવા brpsocialscience@gmail.com પર મોકલો આપના નામ સાથે પોસ્ટ મુકવામાં આવશે.

વિજ્ઞાન – ગણિત પ્રદર્શન વિષે :

જવાહરલાલ  નહેરુ વિજ્ઞાન પ્રદર્શન: 
એન. સી. ઇ. આર. ટી., નવી દિલ્હી વર્ષ 1971 થી દર વર્ષે રાષ્ટ્રિય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરે છે. તે વર્ષ 1988 થી બાળકો માટે ‘જવાહરલાલ  નહેરુ વિજ્ઞાન પ્રદર્શન તરીકે ઓળખાય છે. એન. સી. ઇ. આર. ટી દ્વારા પરિચિત વિષયો પર રાજ્યમાં દરેક સ્તરે દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે.
વિજ્ઞાન પ્રદર્શનો શા માટે?
સમર્થ બાળકોને તેમની વૈજ્ઞાનિક સમર્થતાનો વિકાસ કરવા.
બાળ વૈજ્ઞાનિક પેદા કરવાને પ્રોત્સાહન આપવું.
તેમને માનવ પ્રગતિમા વિજ્ઞાનની અને તકનીકી ભૂમિકા સમજવામાં મદદ કરવી.
વિજ્ઞાનનો ફેલાવો કરવો.
આપણા દેશની સામાજિક અને આર્થિક પ્રગતિમાં વિજ્ઞાનના ફાળા અંગે લોકોને પરિચિત કરવા.
વિજ્ઞાન પ્રત્યેનો દ્રષ્ટિકોણ વિકસાવવો અને બાળકોમાં વિજ્ઞાન માટેનો રસ પેદા કરવો.
સમર્થ બાળકોને વિજ્ઞાન અને તકનીકી જ્ઞાન કેવી રીતે વિકાસમાં વપરાય છે તે વિષે વિચારતા કરવા.
પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પી. ટી. સી વિભાગને આવરી લઇને રાજ્ય સ્તરના વિજ્ઞાન પ્રદર્શનના તમામ રજૂઆત નમૂનાઓ સાથેની નમૂનારૂપ વિવરણાત્મક પુસ્તિકા તૈયાર કરવી.
વિજ્ઞાન – ગણિત પ્રદર્શનના આયોજનની રીત
ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન –ગણિત પ્રદર્શનો પ્રાથમિક સ્તરના બાળકો માટે સી. આર. સી., બી. આર. સી., નગરપાલિકા અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ માટે એસ. વી. એસ. જીલ્લા અને ઝોન જેવાં વિવિધ સ્તરે યોજવામાં આવે છે. અંતિમ ચરણમાં જુદા જુદા જીલ્લાઓમાંથી ઉત્તમ પ્રદર્શનોને રાજ્ય સ્તરના પ્રદર્શનમાં યોજવામાં આવે છે.

આ પ્રકારના પ્રદર્શનોનું આયોજન સ્થાનિક, જીલ્લા સ્તરે હકારાત્મક પ્રતિભાવ ઘડે છે અને અધિકૃત તેમ જ સમુદાયના પ્રતિનિધિઓ જીલ્લા સ્તરના પ્રદર્શનમાં હાજરી આપે છે.


સાયંન્સ ફેર – ૨૦૧૨ - ૧3 

વિજ્ઞાન – ગણિત 

સાયંન્સ ફેર માર્ગદર્શીકા – ૨૦૧૨-૧૩ 





ગણિત-વિજ્ઞાન પ્રદર્શન -૨૦૧૨ સંદર્ભે અહિં તૈયારીના ભાગરૂપે વેબસાઇટ મુકવામાં આવે છે. આ વેબસાઇટ વડે માર્ગદર્શન મેળવી શકાશે.

www.scienceproject.com

www.sciencebuddies.org

www.all-science-fair-projects.



વિજ્ઞાનને લગતા સામાયિક તથા મેગેઝીન

પ્રજ્ઞા કિરણ અને આર.એન.એ. વિજ્ઞાન સામાયિક માટે અમો અભીજીતકુમાર પી. ઝા સરસ્વતી વિદ્યામંદિર પ્રાથમિક શાળા ત્રાણજા, માતર નાં અભારી છીએ.

પ્રજ્ઞા કિરણ- જાન્યુઆરી-૨૦૧૨ 

પ્રજ્ઞા કિરણ- ફેબ્રુઆરી-૨૦૧૨ 

પ્રજ્ઞા કિરણ- માર્ચ -૨૦૧૨ 

આર.એન.એ. ડીસેમ્બર-૨૦૧૧ 

આર.એન.એ. ફેબ્રુઆરી-૨૦૧૨ 

આર.એન.એ. જાન્યુઆરી-૨૦૧૨ 

વિજ્ઞાન અજબ-ગજબ 



આભાર  કે.જી.પરમાર સી.આર.સી. કો-ઓડિઁનેટર રાજકોટ આર.એમ.સી.

No comments:

Post a Comment